Minor-1 Gujarati Assignment
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી – અહેવાલ
અમારી શાળામાં 15મી ઑગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. સવારે શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આચાર્યશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સૌએ રાષ્ટ્રગીત ગાયું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં ગીતો, કવિતાઓ અને ભાષણો રજૂ કર્યાં. શિક્ષકોએ સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવ્યું અને દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
અંતે વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કર્યો. આ રીતે અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહથી કરવામાં આવી.
Comments
Post a Comment